કોયડો- ૧ રુપિયો ક્યાં ગયો?
1) ત્રણ મિત્રો હતા. તેઓ એક દિવસ હોટલમાં જમવા માટે જાય છે.
2) કુલ બીલ ૩૦ રુપિયા થાય છે. એટલે દરેક મિત્ર ૧૦+૧૦+૧૦=૩૦ રૂપિયા વેઇટર ને આપે છે.
3) વેઇટર આ ૩૦ રુપિયા હોટલના માલિકને આપે છે.
4) હોટલનો માલિક ૩૦રુપિયામાંથી ૫ રુપિયા વેઇટરને વાપરવા માટે પાછા આપે છે.
5) વેઇટર ઇમાનદાર હોય છે. આ ૫ રુપિયા પેલા ત્રણ મિત્રો ને આપે છે. પેલા ત્રણ મિત્રો ખુશ થઇ ને ૫ રુપિયામાથી ૩ રુપિયા લઇ લે છે. અને ૨ રુપિયા વેઇટર ને પાછા આપે છે.
6) આમ દરેક મિત્ર ૧ રુપિયો વહેચી લે છે.
7) હવે ગણતરી મુજબ દરેક મિત્ર ૯ રુપિયા કાઢે છે. ૯*૩=૨૭ રુપિયા થાય અને ૨ રુપિયા વેઇટર પાસે રહ્યા. આમ કુલ ૨૭+૨=૨૯ થાય. તો ૧ રુપિયો ક્યાં ગયો?હિસાબ ગણી જવાબ જરુર થી આપજો.
જવાબ જરુર થી કોમેન્ટ કરજો.
No comments:
Post a Comment